નાગરિકતા સંશોધન કાયદાને ભારતના મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી: ઈમામ બુખારી
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને દિલ્હી (Delhi) સહિત દેશના મોટા શહેરોમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો પર જામા મસ્જિદ (Jama masjid) ના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ મોટું નિવેદન આપ્યું છે. ઈમામ બુખારીએ કહ્યું કે` નાગરિકતા સંશોધન બિલને આ દેશમાં રહેતા મુસલમાનો સાથે કોઈ લેવા દેવા નથી.` ઈમામ બુખારીએ પ્રદર્શન કરી રહેલા લોકોને સલાહ પણ આપી કે પ્રદર્શન નિયંત્રણમાં રહીને કરવા જોઈએ.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને દિલ્હી (Delhi) સહિત દેશના મોટા શહેરોમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો પર જામા મસ્જિદ (Jama masjid) ના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ મોટું નિવેદન આપ્યું છે. ઈમામ બુખારીએ કહ્યું કે' નાગરિકતા સંશોધન બિલને આ દેશમાં રહેતા મુસલમાનો સાથે કોઈ લેવા દેવા નથી.' ઈમામ બુખારીએ પ્રદર્શન કરી રહેલા લોકોને સલાહ પણ આપી કે પ્રદર્શન નિયંત્રણમાં રહીને કરવા જોઈએ.
જામિયા હિંસા: 2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં 10 લોકોને બનાવાયા આરોપી, મોટાભાગના 22 વર્ષના
સૈયદ અહેમદ બુખારી (syed ahmed bukhari) એ મંગળવારે મીડિયા દ્વારા લોકોને આહ્વાન કર્યું કે 'વિરોધ પ્રદર્શન (Protest) કરવું એ ભારત (India) ના દરેક નાગરિકનો અધિકાર છે. કોઈ પણ આપણને તે કરતા રોકી શકે નહીં. પરંતુ બધુ નિયંત્રણમાં રહીને થવું જોઈએ. કોઈ પણ પ્રદર્શનની સૌથી મહત્વની વાત એ છે કે આપણે આપણી ભાવનાઓને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે મર્યાદા ઓળંગવી જોઈએ નહીં.'
પ.બંગાળમાં ઉપદ્રવીઓએ બોમ્બ ઝીંક્યો, DCP ઈજાગ્રસ્ત, CM મમતાએ કહ્યું- 'આ તો છૂટીછવાઈ ઘટનાઓ'
ઈમામ બુખારીએ વધુમાં કહ્યું કે 'નાગરિકતા સંશોધન કાયદા(CAA) અને રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર (NRC) વચ્ચે અંતર છે. CAA જે એક કાયદો છે અને બીજું NRC એ માત્ર જાહેરાત થઈ છે કોઈ કાયદો નથી.'
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube